• તમારું નામ:
  • આજની તારીખ:
  • તમારી લાંબા સમયની શ્વાસની બીમારી - COPD (ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિઝીસ) -કેમ છે? તે અંગેની આ પ્રશ્નાવલી ભરો.

    આ શ્વાસની બીમારી -COPD-ની તમારા સ્વાસ્થ્ય અને દૈનિક જીવન પર કેવી અસર પડે છે તે જાણવા આ પ્રશ્નાવલી તૈયાર કરી છે. આ પ્રશ્નાવલી તમને અને તમારા ડૉક્ટરને મદદરૂપ થશે.તમારા આ જવાબો અને પરીક્ષણનો સ્કોર તમારી શ્વાસની બીમારી -COPD-ને સુધારવા માટે ઉપયોગી થશે. એનાથી તમારી સારવારનો વધુમાં વધુ લાભ મેળવી શકશો.

    જો તમે કાગળ પર હાથેથી લખીને પ્રશ્નાવલી પૂર્ણ કરવા માંગો છો તો, કૃપા કરીને અહી કલીક કરો અને પછી પ્રશ્નાવલી પ્રિન્ટ કરો.

    નીચેની દરેક આઇટમ માટે છ બોક્સ આપેલા છે. તેમાં ડાબી બાજુનું છેલ્લું બોક્સ તમારી એકદમ તંદુરસ્ત સ્થિતિ દેખાડે છે અને જમણી બાજુનું છેલ્લું બોક્સ એકદમ નાદુરસ્ત સ્થિતિ દેખાડે છે. વચલા બોક્સ તમારી નાદુરસ્ત સ્થિતિનાં જુદાં જુદાં સ્તર દેખાડે છે. સમજોને તમારી નાદુરસ્ત સ્થિતિ માપવા માટેની આ એક ફૂટપટ્ટી છે. તમારી હમણાંની સ્થિતિનું તદ્દન સચોટ વર્ણન કરતો હોય તે પ્રતિભાવ પસંદ કરો. પ્રત્યેક આઇટમ માટે માત્ર એક જ પ્રતિભાવ પસંદ કરવાનું ધ્યાન રાખશો.

    ઉદાહરણ: હું બહુ ખુશ છું

    0
    X
    2
    3
    4
    5

    હું બહુ ઉદાસ છું

    સ્કોર

    મને કદી ખાંસી નથી આવતી

    મને હંમેશા ખાંસી આવતી હોય છે

    મારી છાતીમાં બિલકુલ ગળફો નથી

    મારી છાતી ગળફાથી ભરેલી છે

    મને છાતીમાં જરાય ભીંસ (ટાઇટનેસ) નથી અનુભવાતી

    મને છાતીમાં બહુ ભીંસ (ટાઇટનેસ)અનુભવાય છે

    હું ટેકરી કે દાદરો ચડું ત્યારે મને હાંફ નથી ચડતી

    હું ટેકરી કે દાદરો ચડું ત્યારે મને બહુ હાંફ ચડે છે

    ઘરની કોઇ પણ પ્રવૃત્તિ કરવામાં મને મર્યાદા નથી નડતી

    ઘરની પ્રવૃત્તિ કરવામાં મને ઘણી મર્યાદા નડે છે

    મારાં ફેફસાંની આ સ્થિતિ છતાં હું વિશ્વાસભેર ઘરની બહાર નીકળું છું

    મારાં ફેફસાંની આ સ્થિતિને કારણે બહાર નીકળવાનો મારામાં જરાય વિશ્વાસ નથી

    મને ઊંઘ બહુ સારી આવે છે

    મારાં ફેફસાંની સ્થિતિને કારણે મને બરાબર ઊંઘ નથી આવતી

    મારામાં ઘણી બધી શક્તિ છે

    મારામાં જરાય શક્તિ નથી

    GSK દ્વારા સમર્થિત COPDનાં આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોનાં બહુ-શાખા જૂથ દ્વારા COPD મૂલ્યાંકન પરીક્ષણ વિકસિત થયું હતું. COPD મૂલ્યાંકન પરીક્ષણનાં સંદર્ભમાં GSK પ્રવૃત્તિઓની શાસન બોર્ડ દ્વારા દેખરેખ રાખવામાં આવે છે જેમાં સ્વતંત્ર બાહ્ય નિષ્ણાતોનો સમાવેશ થાય છે, જેમાંથી એક બોર્ડની અધ્યક્ષતા કરે છે.

    CAT, COPD મૂલ્યાંકન પરીક્ષણ અને CAT લોગો GSK સમૂહની કંપનીઓના ટ્રેડમાર્ક છે. ©2009 GSK. સર્વ હક સ્વાધીન.

    ભૂલ

    કૃપા કરીને તમારો સ્કોર ચકાસતા પહેલા ટેસ્ટમાં આપેલ બધા પ્રશ્નો પૂર્ણ કરો.

    For optimal viewing, please rotate your mobile device's screen orientation to landscape.